સંજેલી તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોની રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ વર્ષે પોષણ માસની મુખ્ય થીમ **“આપણી આંગણવાડી, આપણી જવાબદારી”** રાખવામાં આવી છે.
બેઠક દરમિયાન પોષણ માસ અંતર્ગત પાંચ મુખ્ય થીમ — પૂરતું પ્રોટીન, ગરમ ભોજન, સમુદાય ભાગીદારી, પા. પા. પગલી તેમજ માતાનું આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય — અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ પોષણ શપથ પણ લીધો હતો.
સુપોષણ સંકલ્પ ગામના નિર્માણ માટે ગ્રામ પંચાયત, ICDS અને આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોષણયુક્ત વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનોએ THR અને મિલેટ્સનો ઉપયોગ કરીને વિવિધ પોષણયુક્ત વાનગીઓ તૈયાર કર�