હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ‘દીક્ષારંભ’ કાર્યક્રમ યોજાયો
આજે બુધવારના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ‘દીક્ષારંભ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂર્વ કૃષિ સચિવ અને NCCSD ના ચેરમેન ડૉ. કે. એન. શેલોત, જાણીતા કૃષિ વિજ્ઞાની ડૉ. એ. આર. પાઠક તથા NCCSD ના સચિવ સતીશભાઈ છાંયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.