જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શ્રદ્ધાભેર શસ્ત્રપૂજન કરાયું
જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે તા.20 ઓક્ટોબર મંગળવારના રોજ પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમી વિજયાદશમીએ યોજાયેલા આ કાર્યક્રમમાં જાંબુઘોડા પોલીસ સ્ટેશનના PSI પી.આર.ચુડાસમા તથા પોલીસ સ્ટાફ દ્વારા વિધિવત્ રીતે શસ્ત્રો અને વાહનોની પૂજા-અર્ચના કરવામાં આવી હતી