દાહોદ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં પક્ષના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ બેઠકમાં વડાપ્રધાનના રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના તેમજ જન્મદિનના ઉપલક્ષ્યમાં યોજાનાર ‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અભિયાનના ઉદ્દેશ્યો, વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આગામી કાર્યયોજનાઓ અંગે પદાધિકારીઓ સાથે સાર્થક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આગામી કાર્યક્રમોને સફળ બનાવવા સંગઠનના વિવિધ સ્તરે જરૂરી આયોજન અને સંકલન સાથે કામગીરી આગળ વધારવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Devgadbaria, Dahod | Sep 11, 2026