જાંબુઘોડા: જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ₹25,000 ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાયો.
પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતો ક્લાર્ક જમીનના દસ્તાવેજ બાદ નામ દાખલ કરી નોંધ પાડવાના અવેજ પેટે ₹25,000 ની લાંચ લેતા મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે.