લખપત: પશ્ચિમ કચ્છમાં પાણી-ઘાસચારાની તંગીથી માલધારીઓની હિજરત, લખપત પંથકના ગામડાં ખાલી થતાં ડેરી ઉદ્યોગ ઠપ
Lakhpat, Kutch | Sep 12, 2026 પશ્ચિમ કચ્છમાં વરસાદની ઘટ વચ્ચે માલધારીઓ માટે ફરી એકવાર હિજરત કરવાનો કપરો સમય આવી પહોંચ્યો છે. લખપત તાલુકાના ડેમો અને તળાવો તળિયાઝાટક થઈ જતાં પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. પોતાના મૂંગા પશુધનનો જીવ બચાવવા માટે મીંઢીયારી, ખાણોટ, ચામરા, છેલાવાંઢ અને બેખડા સહિતના ગામોમાંથી માલધારીઓ સુરેન્દ્રનગરના લીંબડી પંથક તરફ વતન છોડીને જવા મજબૂર બન્યા છે.