નખત્રાણા: નખત્રાણા માર્ગો પર ઓવરલોડ મીઠાના ડમ્પરોનો ત્રાસ: નાના વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધતા કડક કાર્યવાહીની માંગ
નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ઓવરલોડ મીઠું ભરીને બેફામ દોડતા ડમ્પરોને કારણે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાજીપીરથી નખત્રાણા વચ્ચેના મુખ્ય માર્ગ પર ક્ષમતા કરતા વધુ મીઠું ભરીને પસાર થતા આ ભારે વાહનો નાના વાહનચાલકો અને પદયાત્રીઓ માટે સતત અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા છે.