હાલોલ: પાવાગઢના દૂધિયા તળાવ કિનારે દૂધેશ્વર મહાદેવનો અલૌકિક શણગાર,શ્રાવણના અંતિમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું મહેરામણ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા પવિત્ર દૂધિયા તળાવના કિનારે બિરાજમાન પ્રાચીન દૂધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના આ અંતિમ સોમવારે શિવભક્તોએ મહાદેવના દર્શન, પૂજન અને અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.