લખપત: સરહદી લખપતને રેલવેથી જોડવા ₹૨,૫૨૬ કરોડના ખર્ચે વાયોર-લખપત અને દેશલપર-હાજીપીર લાઇનના ઈ-ટેન્ડર જારી: ૧૩ નવા સ્ટેશનો બનશે
Lakhpat, Kutch | Nov 11, 2026 કચ્છના છેવાડાના સરહદી અને ઐતિહાસિક લખપત તાલુકા સુધી રેલવે નેટવર્ક વિસ્તારી રાષ્ટ્રીય સુરક્ષા અને ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ₹૨,૫૨૬.૪૭ કરોડના અંદાજિત ખર્ચે ૧૪૫ કિલોમીટરની બે નવી બ્રોડગેજ રેલવે લાઈનો પાથરવા માટે સત્તાવાર ઈ-ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.