માંડવી: માંડવીમાં દેશી દારૂના અડ્ડા પર મોડી રાત્રે જનતા રેડ વિડિઓ વાયરલ
Mandvi, Kutch | Aug 22, 2026 માંડવી: શહેરમાં યુનિયન બેંક નજીક દેશી દારૂના અડ્ડા પર મોડી રાત્રે સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આસિફભાઈ સુમરા, જગદીશભાઈ, અકબરભાઈ સહિતના લોકોએ સ્થળ પર પહોંચી દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી હોવાની માહિતી સામે આવી છે.જનતા રેડ બાદ સમગ્ર મામલો માંડવી પોલીસ સુધી પહોંચતા પોલીસે સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓ કબજે કરી હોવાનું જાણવા મળે છે.