હાલોલ: હાલોલ ગોપીપુરા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો,જિલ્લા LCBએ ઉકેલ્યો વાહન ચોરીનો ભેદ
પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલને મોટી સફળતા મળી છે.એલ.સી.બી. પોલીસે હાલોલ ગોપીપુરા ચોકડી પાસેથી ચોરીની હોન્ડા શાઇન મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે.