નખત્રાણા: હાજીપીર સુધી ૩૨ કિમી RCC રોડનું કામ પૂર્ણ: બંધ પડેલી ST બસ સેવા પુનઃ શરૂ કરવા સ્થાનિકો અને દર્શનાર્થીઓની માંગ
કચ્છના સોધરાણા ગામ નજીક આવેલી અને કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ઝકરીયા અલી અકબર હાજીપીર બાબાની દરગાહ સુધી દેશલપર-ગુથલીથી ૩૨ કિલોમીટરનો આરસીસી રોડ પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને મોટી રાહત મળી છે. અગાઉ ૪ થી ૫ વર્ષથી રસ્તો અત્યંત ખરાબ હોવાને કારણે યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે નવો સીસી રોડ તૈયાર થઈ જતાં રસ્તાની સમસ્યા દૂર થઈ છે.