વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે દાહોદમાં અંગદાન જાગૃતિ મહાઅભિયાન અંગે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી દાહોદના રેડક્રોસ ભવન ખાતે અંગદાન જાગૃતિ મહાઅભિયાન અંતર્ગત વિશેષ બેઠક યોજાઈ હતી.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, દાહોદ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ બેઠકમાં અંગદાન અંગે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ અભિયાન ચલાવતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકમાં રેડક્રોસના ચેરમેન ગોપાલભાઈ ધાનકા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલભાઈ ધાનકાએ અંગદાનના પરમાર્થના કાર્યને બિરદાવતા રક્તદાન, ચક્ષુદાન અને અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવા સૌને સક્રિ