હાલોલ: ગાંધી જયંતિ નિમિત્તે પાવાગઢમાં પંચમહાલ પોલીસનું ‘સેવા સંકલ્પ અભિયાન હાથ ધરાયું
ગાંધી જયંતિના પાવન અવસરે આજે શુક્રવારે પંચમહાલ પોલીસ દ્વારા પાવાગઢ ખાતે “પાવાગઢ સેવા સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. મા કાલિકાની પવિત્ર ધરાને સ્વચ્છ, સુંદર અને પવિત્ર રાખવાના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં પોલીસ વિભાગ, વહીવટી તંત્ર તથા સ્થાનિક આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતા.