લખપત: માતાના મઢ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે તાલીમ શિબિર: દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં ૧૦૦ જેટલા વેપારીઓને અપાયું ફૂડ સેફટ
Lakhpat, Kutch | Nov 9, 2026 કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે નેસ્લે ઇન્ડિયાના સહયોગથી સ્થાનિક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે એક દિવસીય 'સર્વ સેફ ફૂડ' તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આશરે ૧૦૦ જેટલા સ્થાનિક ખાદ્ય વેપારીઓએ ભાગ લીધો હતો, જેમને ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા, સફાઈ તેમજ ખાદ્ય પદાર્થોના સુરક્ષિત હેન્ડલિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.