લખપત: નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલનું નિવેદન: લખપત તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ચોરી પર મોટી કાર્યવાહી
Lakhpat, Kutch | Sep 23, 2026 નખત્રાણા અને લખપત તાલુકામાં ચાલતા ગેરકાયદે રેતી અને ખનિજ ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ અને તેમની ટીમે લખપત તાલુકાના મોરગર અને ખાટીયા ગામ વચ્ચે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.