દેવગઢ બરિયા BRC ભવન ખાતે વિદ્યાર્થીઓ માટે બે દિવસીય ટેક્નોલોજી તાલીમ
ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી ક્ષેત્રે રસ વધે અને તેઓ ભવિષ્યના પડકારો માટે તૈયાર બને તેવા ઉદ્દેશ્યથી દેવગઢ બરિયા BRC ભવન ખાતે બે દિવસીય વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Quest Alliance દ્વારા યોજાયેલી આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ટેક્નોલોજી અને વિવિધ કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નવી ટેક્નોલોજી શીખવાની રુચિ વધે તેમજ ભવિષ્યમાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
યુવા વર્ગને ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ સાથે જોડીને સશક્ત બનાવવાની દિશામાં આ તાલીમને મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.