દાહોદ જિલ્લાના ફતેપુરા-ઘૂઘસ મુખ્ય માર્ગ પર વાવડી પૂર્વા નજીક ભયાનક ભૂવો પડતાં અકસ્માતનો ભય: તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિકો અને માજી સરપંચે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી; રાત્રિ દરમિયાન મોટી દુર્ઘટના થવાની ભીતિ
ફતેપુરા:
ફતેપુરા થી ઘૂઘસને જોડતા મુખ્ય માર્ગ પર વાવડી પૂર્વા ગામ પાસે હનુમાન દાદાના મંદિર નજીક રસ્તા પર એક મોટો ભયાનક ભૂવો પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસો નજીક હોવાથી આ માર્ગ પરથી વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે, ત્યારે આ ભૂવો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે.
ગેસ લાઇન/વાયરિંગના કામ બાદ ભુવો પડ્યો હોવાનો આક્ષેપ
સ્થાનિક આગેવાનો અને રહીશોના જણાવ્યા અનુસાર, માર્ગ પર ગેસ લાઇન તથા વાયરિંગ (કેબલ) નાખ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતાં અને ચોમાસાના વરસાદને કારણે રસ્તાનો મોટો ભાગ બેસી ગયો છે અને �
Dohad, Dahod | Aug 27, 2026