દેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું
દેવગઢ બારીયા,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ શિબિરમાં રામ ગામની મહિલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન ખેડૂતોને સ્વહસ્તે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી 'જીવામૃત' બનાવવાની સરળ રીત, તેનો સંગ્રહ અને પાકમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની તકનીકો અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલીમ આપતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના અતિ�
Dohad, Dahod | Aug 27, 2026