ડુંગળી-લસણની આડમાં દારૂનું નેટવર્ક બસ્ટ લીમખેડા પોલીસની સપાટો, ₹૬.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત
લીમખેડા પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવી નાની વાસવાણી ગામેથી શાકભાજી (ડુંગળી-લસણ)ના કટ્ટાની આડમાં ચાલતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. વસાવા અને તેમની ટીમે સફળ રેડ કરીને ૨,૧૬૦ બોટલ વિદેશી દારૂ અને બે વાહનો મળી કુલ ₹૬,૩૯,૪૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
લીમખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નાની વાસવાણી ગામના ઉચવાસ ફળિયામાં એક મહાન્દ્રા પીકઅપ બોલેરો ગાડી (નંબર: MP 11 ZG 8922) માં ડુંગળી અને લસણના કટ્ટાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બાતમી મળતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર રેડ પાડી હતી. પોલીસને જોઈને દારૂ ખરીદવા/લેવા આવેલો બર્ગમેન ગાડીનો ચાલક પોતાની ગાડી સ્થળ પર મૂકીને ફરાર થઈ �
Dohad, Dahod | Aug 27, 2026