દાહોદ જિલ્લાના લીમખેડામાં પ્રિન્ટેડ કાગળમાં ગરમાગરમ જલેબીનું થઈ રહ્યું છે વેચાણ
પ્રતિબંધિત સ્યાહીવાળા કાગળમાં ખાદ્ય સામગ્રી અપાતા નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે, જેથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી
લીમખેડામાં રેલવે ઘરનાળાની નજીક આવેલ જોધપુરી જલેબી સેન્ટરના સંચાલક દ્વારા ગ્રાહકોને ગરમાગરમ અને સ્વાદિષ્ટ જલેબી પ્રિન્ટેડ રદદી કાગળમાં પેક કરીને આપવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ખાણીપીણીની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું જણાયું છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ તેમજ સરકાર દ્વારા અગાઉથી જ ન્યૂઝપેપર, ઇન્કવાળા કાગળ કે અન્ય પ્રિન્ટેડ રદદી કાગળમાં કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવા ઉપર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અખબારો છાપવા માટે ઉપયોગમાં લેવાતી સ્યાહીમાં વ�
Dohad, Dahod | Aug 27, 2026