દાહોદના લીમખેડા તાલુકામાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: રક્ષાબંધન પૂર્વે મીઠાઈ-ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ખિલવાડ ન થાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આજે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તહેવારો ટાણે મીઠાઈ અને ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા હતા, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.
તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દુકાનો પર પહોંચીને ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકઠા કરી રહ્યા છે. મીઠાઈ, તેલ અને ફરસાણની ગુણવત્તા, તેમજ દુકાનોમાં સ્વચ્છતા અને સલામતીના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ભેળસેળયુક્ત કે
Dohad, Dahod | Aug 27, 2026