નખત્રાણા: નખત્રાણાની લુડબાય ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર: વિકાસ કામોમાં ગેરરીતિ બદલ સરપંચ જબ્બાર જત હોદ્દા પરથી બરતરફ
કચ્છના નખત્રાણા તાલુકાની લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જબ્બાર જત સામે વિકાસના કામોમાં મોટી ગેરરીતિ અને નાણાકીય ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગામમાં હાથ ધરાયેલા વિકાસના કાર્યોમાં અનિયમિતતા આચરવા બદલ તેમજ નિયત એસ્ટીમેટ કરતાં ઓછું કે વધુ કામ દર્શાવવાના આક્ષેપો થયા હતા.