લખપત: લખપત તાલુકામાં પીવાના પાણીનું ગંભીર સંકટ
Lakhpat, Kutch | Nov 6, 2026 દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં ઘાસચારાની અછત વચ્ચે છેલ્લા ચાર દિવસથી નર્મદાનું પીવાનું પાણી બંધ થઈ જતાં ગ્રામીણ જનજીવનમાં ભારે ત્ર્રાહિમામ પોકારી ઊઠ્યો છે. તાલુકામાં દૈનિક ૧૪ એમએલડી પાણી અપાતું હોવાના દાવા કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપરથી પાણીનો ફ્લો ઓછો હોવાનું રટણ કરી રહ્યા છે.