લખપત: દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત: લખપતના લક્કીનાળાથી રામેન્દ્રા સુધી મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકિંગ ઝુંબેશ
Lakhpat, Kutch | Nov 7, 2026 કચ્છના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મરીન પોલીસ દ્વારા મોટો સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી છે. કોટેશ્વર મરીન સેક્ટરની ટીમો દ્વારા લક્કીનાળાથી રામેન્દ્રા સુધીના પાંચ કિલોમીટરથી વધુના વિસ્તારમાં પગપાળા સઘન પેટ્રોલીંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું.