દેત્રોજ રામપુરા: વાડજમાં સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી
વાડજ વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ હોટલમાં શારીરિક શોષણ કરી જાતિગત અપમાન સાથે લગ્નથી ઇનકાર કર્યો હતો. આ અંગે ભોગ બનનાર યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.