મુવાલિયા ફાર્મ ખાતે તુવેર પાકનો એક દિવસીય ફિલ્ડ ડે યોજાયો
દાહોદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ દ્વારા તુવેર પાકનો એક દિવસીય ફિલ્ડ ડે યોજાયો હતો. ખેડૂતોમાં કૃષિ સંશોધન અને નવીન ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં તુવેરની સુધારેલી જાત ‘ગુજરાત તુવર-109 (શ્વેતા)’ અંગે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પાક વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આમ્બલી, મેનપુર, ધાનપુર, સીંગાવલી, રીયાવણ અને રાછવા ગામના કુલ 107 ખેડૂતોએ ઉપસ્થિત રહી તુવેરની વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન કેન્દ્રના યુનિટ વડા તથા સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારે ખેડૂતોને તુવેર પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કૃષિ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યાએ ‘ગુજરાત તુવર-109 (શ્વેતા)’ જાતની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ અંગ�