સિહોર: શિહોરના અમરગઢ ખાતે ભેંસ બાબતમાં ઝઘડો બે સગા ભાઈઓએ વૃદ્ધને માર મારતા પોલીસ ફરિયાદ
સિહોર તાલુકાના અમરગઢ ગામે ઢોર બાબતે થયેલી બોલાચાલીમાં મારામારીની ઘટના બની છે.જીતુભાઈ લાભુભાઈ ગાદર (રહે. અમરગઢ) એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14/10/26 ના સાંજે 8:30 વાગ્યે તેઓ ઘરની બહાર હતા ત્યારે ગામના સાધુભાઈ ચોથાભાઈ રબારીના વંડા પાસે તેના દીકરાઓ જીજ્ઞેશભાઈ સાધુભાઈ રબારી, જીગ્નેશ ભાઈ સાદુલભાઈ રબારી અને નિલેશભાઈ સાદુલભાઈ રબારીએ ઢોર મુદ્દે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ભાવનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.