જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે ‘ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ,આદ્યશક્તિની આરાધનાના પર્વે ભાજપ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા
આદ્યશક્તિ માઁ જગદંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય 'ગરબા મહોત્સવ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં તા.19 ઓક્ટોબર સોમવારના રોજ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.