રાપર: રાપર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ,નિયમો ભંગ કરનારને દંડ ફટકારાયો
Rapar, Kutch | Feb 19, 2026 રાપરના ઈન્ચાર્જ પી.આઈ. વી. એ.સેગલ તથા સેકન્ડ પીઆઈ એસ.વી. ચૌધરી, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા રાપર શહેરના ગુરુકુળ રોડ, દેના બેન્ક ચોક, સલારી નાકા, પ્રાગપર ચોકડી તથા અન્ય જાહેર માર્ગો પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૮૯ વાહનો ચેક કરાયા હતા.