લખપત: કચ્છના લખપતમાં ખનિજ માફિયાઓની દાદાગીરી: ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS ઉત્કર્ષ ઉજ્જવલની ટીમ પર પથ્થરમારો
Lakhpat, Kutch | Sep 10, 2026 કચ્છના લખપત પંથકમાં ખનિજ માફિયાઓની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે, જ્યાં ગેરકાયદે ખનન પકડવા ગયેલી વહીવટી ટીમ પર હુમલાનો બનાવ બન્યો છે. મોરઝર સીમ વિસ્તારમાં મોડી રાત્રે ગેરકાયદે ખનિજ ચોરીની ચોક્કસ બાતમી મળતાં નખત્રાણા પ્રાંત અધિકારી IAS ઉત્કર્ષ ઉજ્જવલ પોતાની ટીમ સાથે સરકારી વાહનમાં સ્થળ પર દરોડો પાડવા પહોંચ્યા હતા.