જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામે બે મકાનમાં ભીષણ આગ લાગતા અનાજ સહિત ઘરવખરી બળીને ખાખ થઇ,પરિવારો નિરાધાર બન્યા
જાંબુઘોડાના જોટવડ ગામના નિશાળ ફળિયામાં તા.21 ઓક્ટોબર બુધવારના રોજ અચાનક કોઈ કારણોસર આગ ભડકી ઊઠતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નિશાળ ફળિયામાં બાજુબાજુમાં આવેલા ગંગાબેન ગોરધનભાઈ બારીયા તથા મનહરભાઈ મોહનભાઈ બારીયાના ઘરોમાં ભીષણ આગ લાગતાં બંને મકાનો સંપૂર્ણપણે સળગી ગયાં હતાં.