હાલોલ: હાલોલ નગરમાં ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ,ગણેશ ભક્તોમાં અદભુત ઉત્સાહ
આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને હાલોલ નગરમાં શ્રદ્ધાળુઓ અને યુવક મંડળોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવના ભાગરૂપે હાલોલ નગરમાં તા.7 સપ્ટેમ્બર સોમવારના રોજ મોડી રાત્રે 'વિધ્નહર્તા યુવક મંડળ' (સ્ટેશન રોડ) તેમજ 'એકદંત યુવક મંડળ' દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.