શહેરા: શહેરા તાલુકાના ઝોઝ ગામે ૬૦ વર્ષીય વૃધ્ધને સાપ કરડતા સારવાર દરમિયાન મોત
શહેરા તાલુકાના ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય રંગીતભાઈ ફતાભાઈ પગી નામના વૃધ્ધ પોતાના ઘરની અંદર સામાન્ય કામકાજ કરી રહ્યા હતા, તે જ સમયે અચાનક કોઈ ઝેરી સાપે તેમને ડંખ મારતા તેમની તબિયત લથડતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ગોધરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન રંગીતભાઈ પગીનું મોત નીપજ્યું હતું.