લખપત: વરસાદ ખેંચાતાં લખપતમાં ઘાસચારાની ભારે તંગી: પશુધનને બચાવવા માલધારીઓની હિજરત શરૂ
Lakhpat, Kutch | Sep 7, 2026 કચ્છના સરહદી અને છેવાડાના લખપત વિસ્તારમાં વરસાદ ન પડતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. સમગ્ર પંથકમાં વરસાદના અભાવે સીમાડાઓ સૂકાભઠ્ઠ થઈ ગયા છે. જ્યાં નજર પડે ત્યાં ન તો પશુઓ માટે લીલો ઘાસચારો છે કે ન તો પીવા માટે પૂરતું પાણી બચ્યું છે. પશુપાલન પર જ નભતા આ વિસ્તારના માલધારીઓ માટે પોતાના અબોલ પશુઓને જીવાડવા ભારે મુશ્કેલ બન્યા છે. ઘાસચારાની અછત એટલી વિકટ બની છે કે પશુધનને ભૂખમરાથી બચાવવા માટે માલધારી પરિવારો ઘરબાર છોડી અન્ય વિસ્તારો તરફ હિજરત