હાલોલ: હાલોલ-ગોધરા રોડ પર ST બસ અને છકડા વચ્ચે અકસ્માત: છકડો પલટી માર્યો, ચાલક ઈજાગ્રસ્ત
હાલોલ-ગોધરા રોડ ઉપર એપીએમસી અને ડી-માર્ટ સામે એસટી બસ અને પેસેન્જર છકડા વચ્ચે આજે બુધવારે સાજના સુમારે અકસ્માત સર્જાતા છકડો પલટી ખાઈ ગયો હતો. સદનસીબે છકડામાં કોઈ મુસાફર સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, જોકે મધવાસના છકડા ચાલક કંચન ભીખાભાઈ હરણીયાને માથાના ભાગે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.