દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ, મહિલાઓએ ગજવ્યા સૂત્રો
દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન અને પ્રોટેસ્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે યોજાયેલ આ પ્રોટેસ્ટ માર્ચમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ "મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર સસ્તા દારૂ" જેવા બેનરો અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક મહિલા આગેવાનોએ મીડિયા સમક્ષ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સતત વધતી જતી મોંઘવારીના કારણે આદિવાસી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો ઉજવવા પણ અતિશય મુશ્કેલ બની ગયા છે.આ વિરોધ પ્રદર્શનમાં તાલુકા અને જિલ્લા મહિલા સમિતિના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં
Dohad, Dahod | Aug 27, 2026