કામરેજ તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં પાસોદરા રોડ પર આવેલી સરલ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટની સી-બિલ્ડિંગમાં 12મા માળેથી કૂદી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.મૃતક હસમુખભાઈ કાબાભાઈ ચોથાણી (ઉ.વ.45), મૂળ મોટા દડવા ગામ તા. ગોંડલ જી. રાજકોટ અને હાલ સરલ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટ, મકાન નં. C/1203, નવાગામ ખાતે રહેતા હતા. તેઓ લાંબા સમયથી કમરના દુખાવાથી પીડાતા હતા અને સારવાર હેઠળ હતા. કોઈ અગમ્ય કારણોસર કંટાળી જઈ પોતાની ફ્લેટની ગેલેરીમાંથી નીચે પડ્યા