બોરસદ: ભાદરણ-સીસવા રોડ પર તમાકુની ખરીમાં આગ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Borsad, Anand | Nov 9, 2026 ભાદરણ-સીસવા રોડ પર આવેલી શિવ શક્તિ ટોબેકોની ખરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આણંદ અને બોરસદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.