લખપત: દયાપરમાં ઘરના આંગણામાંથી ૫૦ હજારથી વધુનો વિદેશી શરાબ ઝડપાયો, આરોપી ફરાર
Lakhpat, Kutch | Sep 11, 2026 કચ્છના લખપત તાલુકાના દયાપર ખાતેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘરના આંગણામાંથી ૫૦ હજાર ઉપરાંતની કિંમતનો ગેરકાયદે વિદેશી શરાબ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીને મળેલી ચોક્કસ બાતમી અનુસાર, દયાપરના ઉમિયા નગરમાં આવેલા સાંયરા ગામના જયરાજસિંહ ખેતુભા સોઢાના કબ્જાવાળા મકાન પર બપોરના સમયે છાપો મારવામાં આવ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો.