દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી તેમજ અનધિકૃત દબાણો અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોને પાક સંરક્ષણ માટે આપવામાં આવેલા હથિયારના પરવાના અને PASA હેઠળ થયેલી કાર્યવાહી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રોડ સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા અકસ્માતો અને તેમાં થયેલા મૃત્યુ અંગેની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે RTO વિભાગને સરપ્રાઈઝ વિઝિટ અને હેલ્મેટ ડ્રાઈવ યોજી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
વધુ અકસ્માતો નોંધાતા સંવેદનશીલ સ્થળોએ રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા તેમજ સ્થાનિક સ્તરે ફર્સ્ટ એઈડની તાલીમનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં ર�