દેત્રોજ રામપુરા: સાઉથ બોપલમાં તંત્ર દ્વારા ડિમોલિશન કરાયુ
સાઉથ બોપલ વિસ્તારમાં ઘાટલોડિયા મામલતદાર કચેરી દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા અનેક નોટિસ અપાયા બાદ પણ દબાણ દૂર ન થતાં, અંદાજે ૭,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર ઉભા કરાયેલા કાચા-પાકા શેડ અને દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાઈ છે.