હાલોલ: અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરાયુ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે તા.22 ઓક્ટોબર ગુરુવાર ના રોજ હાલોલ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ પ્રસંગે હાલોલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સરાહનીય સેવા અને માનવતાવાદી કાર્યક્રમ યોજાયો હતો.