હાલોલ: હાલોલના વરસડા ગામમાં ભાગીને લગ્ન કરનારને ગામમાં રહેવા નહી દેવાનો નિર્ણય,ગ્રામજનોએ આપી પ્રતિક્રિયા
હાલોલ તાલુકાના વરસડા ગામમાં તા.6 સપ્ટેમ્બર રવિવારના રોજ સર્વ સમાજની એક મહત્વ પૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગામમાં ભાગીને લગ્ન કરનાર અને સમાજ વિરુદ્ધ પગલું ભરનાર ને ગામમાં રહેવા નહી દેવાનો નિર્ણય ઠરાવ કરવામાં આવ્યો છે