દેત્રોજ રામપુરા: કાલુપુરમાં સોનીના ત્યા કામ કરનાર કારીગરે કરી ચોરી, પોલીસે તપાસ હાથ ધરી
કાલુપુર ગાંધીરોડ પર આવેલા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં સોનાના ઘરેણાં બનાવવાનું લેબરકામ કરતા વેપારીને ત્યાં દોઢ વર્ષથી કામ કરતો મૂળ પશ્ચિમ બંગાળનો કારીગર ચા-પાણી પીવા જાઉં છું કહીને દુકાનમાંથી રૂ. 7.56 સોનાની બંગડી અને સોનાનો ભુક્કો ચોરીને ભાગી છૂટ્યો છે. આ અંગે વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.