હાલોલ: પાવાગઢ પોલીસે ગુમ થયેલા ₹3,00,500 ની કિંમતના 14 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
પાવાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવા માટે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.પોલીસ ટીમે ગુમ થયેલા મોબાઈલ અંગે મળેલી અરજીઓના આધારે ટેકનીકલ સોર્સ થી માહિતી મેળવીને કુલ ₹3,00,500 ની કિંમતના 14 મોબાઈલ શોધી કાઢ્યા હતા