હાલોલ: હાલોલના વીરાપુરા ગામની ઈંટોની ભઠ્ઠીમાં મજૂરને સાપે ડંખ માર્યો, હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલોલ તાલુકાના વીરાપુરા ગામ ખાતે આવેલી ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા મજૂરને આજે સોમવારે સાપે ડંખ મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઉમેશકુમાર નાઈઠાકોરને પગના પંજામાં સાપે ડંખ મારતાં તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.