સિહોર: સિહોર જે. જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન
સિહોરની પ્રતિષ્ઠિત જે. જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા આજે નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ગરબા લીધા હતા. માતાજીના ગરબાની રમઝટ વચ્ચે દીકરીઓએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી.કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ ગરબા, શ્રેષ્ઠ વેશભૂષા અને શ્રેષ્ઠ અભિનય માટે દીકરીઓને આકર્ષક ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.