થાનગઢ: થાનગઢ પોલીસે ગેરકાયદેસર ખનીજ ખનન સામે કાર્યવાહી
થાનગઢ પોલીસે ગેરકાયદેસર ખનીજ ખનન સામે મોટી કાર્યવાહી કરી છે. થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામની સીમમાંથી સાત ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા, 75 ટન કોલસો અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.