થાનગઢ તાલુકાના લાખામાચી ગામે બે ગૌવંશ વચ્ચેની લડાઈ દરમિયાન એક ગૌવંશ અંદાજે 50 થી 55 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. જેને લઇ થાનગઢ પાંજરાપોળના જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી દોરડા વડે ગૌવંશને બાંધી ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત આખલાને વધુ સારવાર માટે થાનગઢ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યો હતો,